પ્રવાસ

રાષ્ટ્રપતિ કચ્છ માં સફેદ રણ ની મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રણમાં સૂર્યાસ્ત અને સૂર્યોદયનો નઝારો માણશે

Rann Utsav
310

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર કચ્છમાં રણ ઉત્સવની મુલાકાત લેશે અને સૂર્યાસ્ત અને સૂર્યોદયનો નઝારો માણશે. રાષ્ટ્રપતિ સાથે ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા પણ જોડાશે. રાષ્ટ્રપતિધોરડો હેલીપેડથી ટેન્ટ સિટી જશે. ત્યારબાદ તેઓ સફેદરણમાં સનસેટ પોઇન્ટની મુલાકાત લઇ કચ્છના રણમાં સૂર્યાસ્તનો અદ્ભુત નજારો માણ્યા  બાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. ત્યારબાદ, મહામહીમશ્રી રાત્રિ રોકાણ ટેન્ટ સિટી માં જ કરશે. તારીખ ૩૦મીની સવારે બીજા દિવસે સફેદરણમાં વહેલી સવારે સૂર્યોદય નો અનુભવ કરશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિશ્રી ધોરડોથી નીકળી સાસણગીર જવા રવાના થશે.

વર્ષ ૨૦૧૭-૧૮ માં રાજ્યમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા ૫ કરોડને વટાવી ચુકી છે. તેમજ રણઉત્સવમાં લગભગ ૫ લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાંથી 75000 જેટલા પર્યટકોએ ટેંટ સિટીમાં રાત્રિ રોકાણ કર્યું હતું. જેના થકી રાજયમાં પ્રવાસનને વેગ મળ્યો છે અને પ્રવાસન ધોરડોની આસપાસ લગભગ ૭૮૭ જેટલા તંબુઓ, ભુંગાઓ અને અન્ય આવાસોનો સમાવેશ થાય છે. રણ ઉત્સવથી સ્થાનિક કારીગરોમાં  રોજગારી વધે છે અને રણોત્સવ – સ્થાનિક કારીગરો અને મુલાકાતીઓ વચ્ચે આદાન – પ્રદાન કરવાનું છે

ધોરડો ખાતે આ ટેન્ટ સીટી માં સુરક્ષા નો પણ પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, રાજ્ય નું પોલીસ તંત્ર , ખાનગી સિક્યોરીટી અને ક્લોઝ સર્કીટ કેમેરા દ્વારા આ ટેન્ટસીટી ને સંપૂર્ણ સુરક્ષિત બનાવવામાં આવ્યું છે , ૨૪ કલાક ડોક્ટર સાથે ની મીની હોસ્પિટલ ઉપરાંત સીનીયર સિટીઝન્સ માટે ગોલ્ફ કાર ની વ્યવસ્થા પણ અહી કરવામાં આવી છે.

કચ્છના રણ ઉત્સવ માં ફૂડ માર્કેટ , ક્રાફ્ટ માર્કેટ , મીની સિનેમા , ગેમિંગ ઝોન , કીડ્ઝ રાઇડ્સ , એડવેન્ચર ઝોન , લાઈબ્રેરી , યોગા , કેમલ કાર્ટ , તથા રણ સફારી માટે પણ અનેક પ્રવૃત્તિઓ  પ્રવાસીઓ માટે ઉભી કરવામાં આવી છે.

Leave a Reply