વેપાર

વોલમાર્ટના માલિકની એક મીનિટની કમાણી

વોલમાર્ટના કર્મચારીઓની વર્ષની કમાણીથી વધારે

Walmart
233

વોલમાર્ટના માલિકની એક મીનિટની કમાણી, વોલમાર્ટના કર્મચારીઓની વર્ષની કમાણીથી વધારે, દુનિયાની સૌથી રિટેલ ચેન કંપનીઓમાંથી એક વોલમાર્ટના માલિકની એક મિનીટ કમાણી પોતાના કર્મચારીઓની વર્ષની કમાણીથી વધારે છે.

આ વાતનું રિસર્ચ ત્યારે થયું જ્યારે ૨૦૨૦ માં થનાર રાષ્ટ્રપતિના ઉમેદવાર બર્ની સેડર્સે ટ્વિટ દ્વારા માલિકો અને કર્મચારીઓની આવકના અંતર માટે વાત કહી. ત્યારબાદ અમેરિકાના ન્યૂઝપેપપ વોશિંગ્ટન પોસ્ટે આ મામલે રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો. જેમાં એમને વોલમાર્ટના સૌથી વધારે શેરધારક પરિવાર વોલ્ટન ફેમિલિની એક મીનિટ કમાણી અને વોલમાર્ટના કર્માચારીઓ માટે જાણકારી આપી.

વોલ્ટન ફેમિલીની વોલમાર્ટમાં ૫૧.૧૧% ભાગીદારી છે. કંપનીના કુલ ૨ અરબ, ૯૫ કરોડ, ૨૪ લાખ, ૭૮ હજાર ૫૨૮ શેરોમાંથી ૧ અરબ, ૫૯ કરોડ, ૮૯ લાખ, ૬૫ હજાર ૮૭૪ શેર વોલ્ટન પરિવારની પાસે છે. કંપનીએ ગત વર્ષ ૨૦.૮ ડોલર પ્રતિ શેર લાભાંશના રૂપમાં મળે.

વોલ્ટન ફેમિલીનો પ્રતિ કલાક ૧૫.૧૦ લાખ ડોલર, એટલે કે પ્રતિ મીનિટ ૨૫,૧૪૯ ડોલરની કમાણી થાય છે. વોલમાર્ટના કર્મચારી ૩૪ કલાક પ્રતિ સપ્તાહના હિસાબથી વર્શ દરમિયાન ૧૬ હજાર ડોલર કમાય છે.

Leave a Reply