આરોગ્ય

વજન ઉતારો ૩૦ દિવસ માં ૩ કિલો

ઈસબગુલના ફાયદા જાણીને ચોંકી જશો

Isabgol
234

વજન ઉતારો ૩૦ દિવસ માં ૩ કિલો, ઈસબગુલના ફાયદા જાણીને ચોંકી જશો, વજન વધી ગયા પછી ચરબી ઘટાડવી ખુબજ વાર લાગે છે. ઈસબગુલ એવી વસ્તુ છે જેને નિયમિત પીવાથી વધેલું વજન ઝડપથી ઘટવા લાગે છે. ઈસબગુલ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારી છે. નિયમિત રૂપે તેને ખાવાથી અનેક બીમારીઓ દૂર થય છે. હજારો વર્ષોથી પ્રયોજાતા ઔષધોમાં છેલ્લા ત્રણસો ચારસો વર્ષથી એક ઉત્તમ ઔષધ ‘ઈસબગુલ’નો આપણા વૈદ્યકમાં ઉમેરો થયો છે.

રાસાયણિક દ્રષ્ટિએ ઈસબગુલની ભૂસી અને બીજમાં આશરે ૩૦ પ્રતિશત જેટલું મ્યુસિલેઝ નામનું પિચ્છિલ દ્રવ્ય હોય છે. જે તેને ઉપર્યુક્ત ગુણો પ્રદાન કરે છે. આયુર્વેદના પ્રાચીનતમ ગ્રંથોમાં તેનો ઉલ્લેખ થયો છે. આ ગ્રંથો પ્રમાણે તે મૃદુ, પૌષ્ટિક, સ્નિગ્ધ, આંતરડાને સંકોચાવનાર, કફ તથા પિત્તનાશક અને અતિસાર પ્રધાન રોગોમાં ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે. આ ઔષધનો સૌથી મોટો ગુણ એ છે કે તે આંતરડાને સ્નિગ્ધ અને રસાળ બનાવીને અટકી ગયેલા મળને બાંધીને કાઢે છે.

ઈસબગુલ ને પાણી અથવા તો જ્યૂસમાં ઉમેરી દરરોજ પીવાનું શરૂ કરશો એટલે ૧ મહિનામાં જ ૩ કિલો જેટલું વજન ઘટી જશે.  ઈસબગુલ એવી વસ્તુ છે જેમાં અનેક ગુણ છે. આ ઔષધિ માત્ર વજન ઘટાડે છે તેમ નથી, તેને પીવાથી કબજિયાત પણ દૂર થાય છે અને શરીર પણ ડિટોક્સ થાય છે. ઈસબગુલની ૨ ચમચીમાં માત્ર ૩૨ કેલેરી હોય છે એટલા માટે જ તેનું સેવન જ્યારે કરો છો ત્યારે પેટ ભરેલું જણાય છે.

ઈસબગુલને પાણી અથવા કોઈપણ જ્યૂસમાં પલાળી રાખવાથી તે ફુલી જાય છે. ૧ ગ્લાસ પાણીમાં ૨ ચમચી ઈસબગોલ ઉમેરી અને પી જવું જોઈએ. આ પાણી પીવાથી લાંબા સમય સુધી ભુખ લાગશે નહીં અને પેટ ભરેલું જણાશે. આ પાણી પીવાથી શરીરમાં કેલેરી વધતી પણ નથી. વજન ઘટાડવું હોય તેણે દિવસેમાં ૨ વાર ઈસબગુલનું પાણી પીવું જોઈએ.

Leave a Reply