જ્યોતિષ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જ્યોતિષશાસ્ત્ર શું કહે છે

પાકિસ્તાનની થશે ભારે તબાહી

Astrology India and Pakistan War
449

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જ્યોતિષશાસ્ત્ર શું કહે છે, પાકિસ્તાનની થશે ભારે તબાહી, ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ અને ૧૪ મી ઓગસ્ટ ૧૯૪૭ ની કુંડલી. કાશ્મીરના પુલવામામાં ૪૦ ભારતીય જવાનો આત્મઘાતી હુમલામાં શહીદ થઈ ગયા બાદ ભારતે કરેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બાલાકોટ વિસ્તારમાં બીજી સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને બહુ મોટો ઝટકો આપ્યો છે.

૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ની મધ્યરાત્રિએ ભારતની આઝાદીના સમયની કુંડળીમાં વૃષભ લગ્ન ઉદિત છે. જ્યાં વર્તમાનમાં ચંદ્ર અને ગુરુની દશા ચાલી રહી છે. જેનો પ્રભાવ આ વર્ષના ડિસેમ્બરના મધ્ય સુધી રહેશે. ગુરુ લાભ અને અષ્ટમ ભાવનો સ્વામી થઈને શત્રુઓના છઠ્ઠા સ્થાનમાં તુલા રાશિમાં બેઠો છે.

૧૪ મી ઓગસ્ટ ૧૯૪૭ ની મધ્યરાત્રિએ પાકિસ્તાનની આઝાદીના સમયની કુંડળીમાં મેષ લગ્ન  છે. જ્યાં યુદ્ધનો કારક ગ્રહ મંગળ પરાક્રમના ત્રીજા સ્થાનમાં ચંદ્રમાની સાથે મિથુન રાશિમાં બેઠો છે. ચંદ્રમા અને મંગળની આ યુતિ પર નવમેશ ગુરુની યુદ્ધ સ્થાન એટલે કે સપ્તમ સ્થાન પર દ્રષ્ટિ પડી રહી છે. જયારે ચોથા ભાવનો સ્વામી ચંદ્રમાં પોતાનાથી બારમે સ્થાન વિનાશ એટલે કે અષ્ટમ ભાવમાં સ્વામી મંગળની સાથે બેઠો છે.

આ યોગના પ્રભાવથી ૧૯૭૧ માં શનિની સાડાસાતીની દરમિયાન થયેલા યુદ્ધમાં પાકિસ્તાન તૂટી ચૂક્યું હતું. પાકિસ્તાનને પોતાનું પૂર્વ પાકિસ્તાન ખોવાનો સમય આવ્યો હતો જે આજે બાંગ્લાદેશ છે.

૨૦૨૦ માર્ચથી લઈને ૨૦૨૦ જૂન વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે તેવી શક્યતા રહેલી છે. પાકિસ્તાનને ચીન ખુલીને સાથ આપશે તેવું પ્રતીત થાય છે. વર્ષ ૨૦૨૦ માં થનાર યુદ્ધમાં પાકિસ્તાને ભારે તબાહી વેંઠવી પડશે તેવું પ્રતીત થાય છે.

અત્યાર જે ગ્રહ દશા ચાલે છે તે પ્રમાણે પાકિસ્તાનના આતંકવાદને બેનકાબ કરવામાં સફળ થશે. જયારે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકી વડા મૌલાના મસૂદ અજહરને આંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કરાવવામાં સફળતા પ્રાપ્ત થશે. તેમજ ૨૩ માર્ચ પછી ભારતીય સેના પાકિસ્તાન પર એક વાર ફરીથી કોઈ અન્ય હુમલામાં મોટા આતંકીઓનો સફાયો કરી શકે તેવું લાગે છે.

Leave a Reply