ધર્મ

હોળાષ્ટક એટલે શું છે

હોળાષ્ટક તેનું ખગોળીય મહત્વ શું છે

Holashtak
366

હોળાષ્ટક એટલે શું છે, હોળાષ્ટક તેનું ખગોળીય મહત્વ શું છે, ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી પૂર્ણિમા સુધીના ૮ દિવસોને હોળાષ્ટક કહેવાય છે. શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં કોઈ પણ નવુ કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવુ ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક હોળી પ્રક્ટાવ્ય (હોળીકા દહન) પછી સમાપ્ત થાય છે.

આપણે ત્યાં અષ્ટક શબ્દ બે અર્થમાં છે. અષ્ટક એટલે આઠ શ્લોકનો સમૂહ. દા.ત. મંગલાષ્ટક, યમુનાષ્ટક, મધુરાષ્ટક વગેરે. અષ્ટક એટલે આઠ દિવસનો સમૂહ. હોળાષ્ટક એટલે હોળી (હુતાસણી) પહેલાના આઠ દિવસનો સમૂહ. તો હોળાષ્ટક અંગે સાચી માહિતી જાણીએ.

એક માન્યતા અનુસાર ભગવાન શંકરે કામદેવ એટલે પ્રેમના દેવતાને ફાગણ પક્ષની આઠમે ભસ્મ કર્યા હતા. કામદેવની પત્ની રતિએ ૮ દિવસો સુધી કામદેવને ફરી જીવિત કરવા માટે ભગવાન શંકરની આરાધના કરી હતી. ભગવાન શંકરે રતિની પ્રાર્થનાને સ્વીકાર કરીને કામદેવને પુન: જીવિત કર્યા હતા. ભગવાન શંકરના આ નિર્ણય બાદ રંગોથી રમીને ખુશી મનાવવામાં આવી હતી.

બીજી એક માન્યતા અનુસાર હિરણ્યકશ્યપએ પોતાના પુત્ર અને વિષ્ણુના ભક્ત એવા પ્રહલાદને હોળીના 8 દિવસ પૂર્વથી યાતનાઓ આપવાની શરૂઆત કરી હતી જેથી પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી દે. એટલે જ હોળી પહેલાના આઠ દિવસોમાં કોઇ શુભ કાર્ય કરવામાં આવતા નથી.

આપણી કૃષિપ્રધાન સંસ્કૃતિમાં રોજિંદા વ્યવહારમાં પ્રકૃતિના વિવિધ અંગો ભૂમિ, નદી નાળા, સરોવર, પર્વત, વનવગડાંની વનસ્પતિ, હવામાન, વગેરે સાથે સતત સાંનિધ્ય જળવાઇ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. વસંતસંપાત દિવસની નજીકની પૂનમ એટલે હોળી- હુતાસણી.

હોળાષ્ટકનું ખગોળીય મહત્વ

કાર્તિકી વિક્રમ સંવતના બાર માસ કારતક, માગશર, પોષ, મહા, ફગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો છે. તેને નૈર્સિગક કુંડળીના બાર સ્થાનો સાથે સાંકળવામાં આવે ત્યારે ફગણ માસ પાંચમા સ્થાને (ત્રિકોણ સ્થાને) આવે છે. આ પંચમ સ્થાનને નવસર્જન સાથે સીધો સંબંધ છે.

હોળાષ્ટકનુ વૈજ્ઞાનિક આધાર શું છે?

ઋતુના ફેરફારને કારણે મન અશાંત, ઉદાસ અને ચંચળ રહે છે.

આ મનથી કરેલા કાર્યોના પરિણામ ખુશ નથી આવતા.

આ સમયગાળા દરમિયાન મન ખુશ રહેવા તેવા કાર્યો કરવા જોઇએ.

એટલા માટે જ હોળાષ્ટક પૂર્ણ થયા પછી હોળી-ધૂળેટીમાં રંગની રમીને આનંદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

હોળાષ્ટકમાં શું કરવામાં આવે છે

હોળાષ્ટકના દિવસો જ સંવત અને હોળીકાની પ્રતિક લાકડી અથવા ડંડો ખોડવામાં આવે છે.

આ સમય દરમિયાન અલગ-અલગ દિવસે અલગ-અલગ વસ્તુઓથી હોળી રમવામાં આવે છે.

આ સમયગાળો દરમિયાન શિવજીની પૂજા કરવામાં આવે છે.

Leave a Reply