જ્યોતિષ

શું પંચક વિષે જાણો છો પંચક એટલે શું

પંચક દરમિયાન શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ

What is Panchaka
217

શું પંચક વિષે જાણો છો પંચક એટલે શું, પંચક દરમિયાન શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ, ભારત દેશમાં વૈદિક જ્યોતિષની ખૂબ માન્યતા છે. મનુષ્ય નું જીવન અને હિંદુ તહેવાર જ્યોતિષ પર જ આધારિત હોય છે. વૈદિક જ્યોતિષમાં ગ્રહ નક્ષત્રનો પ્રમાણે થાય છે. તેમાં પંચકનુ પણ ખૂબ મહત્વપૂર્ણ સ્થાન છે. પંચક દરમિયાન ઘણા કાર્યોને કરવાની મનાઈ હોય છે. પંચક દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ.

પંચક એટલે પાંચનો સમૂહ. દર મહિને ચન્દ્રના કુંભ અને મીન રાશિમાંથી પસાર થવાના સમયને પંચક કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષ અનુસાર એક રાશિચક્ર ૧૨ રાશિઓ અને ૨૭ નક્ષત્રોનું બનેલું છે. ચન્દ્ર આશરે ૨૭ દિવસમાં રાશિચક્રનું એક ભ્રમણ પૂરું કરે છે. એટલે કે એક રાશિમાંથી પસાર થતા ચન્દ્રને આશરે સવા બે દિવસ જેટલો સમય લાગે. કુંભ અને મીન એ બે રાશિઓમાંથી પસાર થતા ચન્દ્રને આશરે પાંચ દિવસ લાગે છે. આથી આ પાંચ દિવસનાં સમૂહને પંચક કહેવામાં આવે છે.

પંચક કાળ દરમિયાન પાંચ કાર્યો કરવા વર્જિત ગણવામાં આવ્યા છે. ઘાસ, લાકડું વગેરે ઈંધણ એકઠું કરવું, દક્ષિણ દિશાની યાત્રા કરવી, ઘર પર છત નાખવી, પલંગ બનાવવો કે ખાટલો ગૂંથવો કે કસવો અને શબના દાહ સંસ્કાર કરવા. સોમવારથી શરૂ થનાર પંચકને રાજપંચક, મંગળવારથી શરૂ થનાર પંચકને અગ્નિ પંચક, બુધવાર અને ગુરૂવારથી શરૂ થનાર પંચકને અશુભ પંચક, શુક્રવારથી શરૂ થનાર ચોર પંચક અને શનિવારથી શરૂ પંચકને મૃત્યુ પંચક કહે છે.

પંચક કાળને શુભ અને માંગલિક કાર્યો હેતુ અગ્રાહ્ય ગણવામાં આવે છે. પરંતુ એવું બિલકુલ નથી. પંચકમાં શુભ કાર્ય કરવામાં આવે તો તેમાં પાંચ ગણી વૃદ્ધિની ક્ષમતા છે. જ્યોતિષીની સલાહ લઈને પંચક કાળ દરમિયાન વિવાહ, ઉપનયન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે કાર્યો થઈ શકે છે. પૂજા-પાઠ, હોમ-હવન, દેવ પૂજન, દેવ વિસર્જન ઈત્યાદી ધાર્મિક ક્રિયાઓ થઈ શકે છે. વ્યાવસાયિક કે આર્થિક પ્રવૃતિઓ થઈ શકે છે. વ્રત, તહેવાર, રક્ષાબંધન, ભાઈબીજ વગરેમાં પંચક બાધ્ય નથી.

ધનિષ્ઠા નક્ષત્રમાં અગ્નિનો ભય પેદા થાય છે. આથી આ નક્ષત્રમાં ઈંધણ એકઠું કરવા પર મનાઈ ફરમાવામાં આવી છે. દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવી છે. આથી પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા કરવી હાનિકારક માનવામાં આવી છે.

Leave a Reply