સમાચાર

૩૦૦૦ રૂપિયા પેન્શન મેળવા માટે શું કરવું

૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે નોધણી જાણો નિયમ અને શરતો

Pension
374

૩૦૦૦ રૂપિયા પેન્શન મેળવા માટે શું કરવું, ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે નોધણી જાણો નિયમ અને શરતો, મોદી સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની શરતો જાહેર કર દીધી છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૯ થી શરૂ થશે. આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને ૬૦ વર્ષની ઉંમર બાદ ૩૦૦૦ રૂપિયા પ્રતિ સામ પેન્શન આપવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના સાથે જોડાવા માટે ઉંમરની સીમા

કામદારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ. પહેલાથી જ કેન્દ્ર સરકારની સહાયતાવાળી કોઈ અન્ય પેન્શન સ્કીમના જો મલતી હશે તો તેને લાભ નહીં મળે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન માં કોણ થઈ શકે છે સામેલ

આ યોજના લારી-ગલ્લાંવાળા, રીક્ષા ચાલક, નિર્માણ કાર્ય કરનારા મજૂરો, કચરો વણનારા, બીડી બનાવનારા, ખેજ મજૂર, ચામડાના કારીગર અને આ પ્રકારના અન્ય કાર્યો કરતા અસંગઠિત ક્ષેત્રના કામદારોને કવર કરશે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન માટે કેટલી હોવી જોઈએ આવક

મેગા પેન્શન યોજના સાથે જોડવા માટે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કર્મીઓની આવક ૧૫૦૦૦ રૂપિયા કરતા વધુ ન હોવી જોઈએ. પાત્ર વ્યક્તિના સેવિંગ બેંક અકાઉન્ટ અને આધાર નંબર હોવા જોઈએ.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન માટે કેટલું કરવુ પડશે અંશદાન

યોજના સાથે ૧૮ વર્ષની ઉંમરમાં જોડાનારા મજૂરોએ ૫૫ રૂપિયા પ્રતિ માસ જમા કરાવવાના રહેશે. એટલી જ રકમનું યોગદાન સરકાર પણ કરશે. વધુ ઉંમરમાં જોડાનારા લોકોનું માશિક અંશદાન પણ વધતુ જશે. આ યોજના અંતર્ગત ૬૦ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી અંશદાન કરવાનું રહેશે.

જો તમે આ યોજના સાથે સંકળાયેલા હો અને જો તમે નિયમિતરીતે અંશદાન કરતા રહ્યા હો અને કોઈક કારણોસર તમારું મૃત્યુ થાય તો તમારી પત્ની આ યોજનાને આગળ વધારવા માટે પાત્ર બનશે. પરંતુ, જો તમે તેમાંથી બહાર નીકળવા માંગતા હો તો મૃત્યુ પામનાર વ્યક્તિની પત્ની અથવા પતિને ત્યાં સુધી ભરવામાં આવેલી કુલ રકમ વ્યાજ સહિત પાછી આપવામાં આવશે. આ ઉપરાંત, જો પેન્શન શરૂ થયા બાદ લાભાર્થીનું મૃત્યુ થાય તો તેવી સ્થિતિમાં તેની પત્ની અથવા પતિ પેન્શનની હકદાર બનશે અને તેને પેન્શનની રકમના ૫૦ ટકા મળશે.

Leave a Reply