ટેકનોલોજી

સ્ક્રીનશૉટ લીધા વગર જ સેવ કરો વોટ્સએપ સ્ટેટસ

વોટ્સએપ સ્ટેટસનું આ ફીચર કેવી રીતે ઉપયોગ કરશો

Whatsapp Status Feature
347

સ્ક્રીનશૉટ લીધા વગર જ સેવ કરો વોટ્સએપ સ્ટેટસ, વોટ્સએપ સ્ટેટસનું આ ફીચર કેવી રીતે ઉપયોગ કરશો તેની સહેલી રીત. ઘણાં લોકો સ્ટેટસ સેવ કરવાં સ્ક્રિનશોટનો ઉપયોગ કરે છે. પરંતુ એમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ નવાં ફીચરમાં આવી કોઈ તકલીફ થતી નથી. આ ફીચર મારફત લીંકથી માંડીને વિડિઓ, મિમ્સ, ફોટા, હોલી-ડે ડેસ્ટીનેશન જેવી તમામ વસ્તુઓ શેયર કરી શકાય છે.

ગૂગલ પ્લે સ્ટોરથી સ્ટેટસ સેવર એપ ડાઉનલોડ કરો.

વોટ્સએપના સ્ટેટેસ પેજ પર જાઓ.

યૂજરનેમ પર ટેપ કરો

સ્ટેટસ સેવર એપને ઓપન કરો.

એપ સ્ટેટસને ડિસ્પ્લેને સ્કેન કરો.

તે બાદ તમને વીડિયો અને ફોટોનું ઓપ્શન જોવા મળશે

મનપસંદ ઓપ્શન પસંદ કરો.

એપમાં સ્ટેટસની બાજુમાં તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે.

તદપરાંત કોઈ અલગ એપ વગર પણ તમે સ્ટેટ્સ ડાઉનલોડ કરી શકો છો તેના માટે તમે તમારા ફોનના ફાઇલ મેનેજરમાં જાઓ.

સૌથી પહેલા ફોનનું ફાઇલ મેનેજર ખોલો.

ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં જાઓ અને સેટિંગ્સ પર ક્લિક કરો.

‘શો હિડેન ફાઇલ્સ’ ઓપ્શનને ઇનેબલ કરો.

ઇન્ટરનલ સ્ટોરેજમાં વોટ્સએપ ફોલ્ડરમાં જાઓ.

ફોલ્ડરમાં ‘મીડિયા’ ઓપ્શન પર ક્લિક કરો.

ફોલ્ડરમાં ‘સ્ટેટ્સ’ ઓપ્શન મળશે.

અંહી તમને વોટ્સએપ સ્ટેટસ મળી જશે.

Leave a Reply