તહેવાર

હોળી શા માટે ઊજવાય છે

શ્રીકૃષ્ણ પૂતના કે શિવ પાર્વતી

Happy Holi Cards
359

હોળી શા માટે ઊજવાય છે, શ્રીકૃષ્ણ પૂતના કે શિવ પાર્વતી, ભારતભરમાં મનાવવામાં આવતો સૌથી શાનદાર તહેવારોમાં હોળીનું ખાસ મહત્વ છે. રંગો અને મસ્તીનો તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે.

હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે. પ્રહલાદ અને હિરણ્યકશિપુની કથા જે વધારે પ્રચલિત છે. રાધા અને કૃષ્ણની કથા જે રાધા અને કૃષ્ણની પ્રેમકથા છે. શ્રીકૃષ્ણ અને પૂતનાની કથા અને શિવ અને પાર્વતીની કથા પણ છે.

શ્રીકૃષ્ણ અને પૂતનાની હોળી કથા

જ્યારે કંસને શ્રીકૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યાં હતાં. ગોકુળનાં ઘણાં બાળકો તેમનો શિકાર બની ગયા હતા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા. તેમણે દૂધપાન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો. ત્યારથી જ હોળીનું પર્વ મનાવવાની શરૂઆત થઈ છે.

શિવ અને પાર્વતીની હોળી કથા

પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માગતાં હતાં પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું. ત્યારે પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવી દીધું. તપસ્યા ભંગ થવાથી શિવને ગુસ્સો આવ્યો કે તેમણે ત્રીજી આંખ ખોલી દીધી હતી અને ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા. ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા. કહેવાય છે કે થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ અને શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર કરી લીધાં હતાં. તેથી જ કહેવાયા છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે.

ત્યારબાદ કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ રડવા લાગ્યાં અને શિવ પાસે કામદેવને ફરી જીવીત કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કામદેવને પુનર્જીવિત કરી દીધા હતા. તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે.

Leave a Reply