ધર્મ

ઉજ્જૈન માં કાલ ભૈરવ દાદા શા માટે દારૂ પીવે છે

તેનો ઇતિહાસ શું તમે જાણો છો

Kaal Bhairav
420

ઉજ્જૈન માં કાલ ભૈરવ દાદા શા માટે દારૂ પીવે છે, તેનો ઇતિહાસ શું તમે જાણો છો, મધ્ય પ્રદેશ આવેલ ભગવાન કાલભૈરવનું મંદિર. અહીં કાલ ભૈરવની પ્રતિમા દારૂનું સેવન કરે છે. પ્રતિમાને દારૂ પીતી જોવા માટે દેશ-દુનિયાના ઘણા લોકો અહીં આવે છે. ભગવાન કાલભૈરવનું મંદિર ક્ષિપ્રા નદીના કિનારે ભૈરવગઢમાં છે. કાલભૈરવની મૂર્તિ દારૂનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

જે પાત્રમાં દારૂનો ભોગ ધરાવવામાં આવે છે, તે પાત્ર ખાલી થઈ જય છે. દારૂ ક્યાં જાય છે, એ રહસ્ય વિશે આજ સુધી કોઇ જાણી શક્યું નથી. આ ચમત્કારને જોવા અહીં હંમેશાં શ્રદ્ધાળુઓની ભીડ જામેલી જોવા મળે છે.  ઘણા સમય પહેલાં મંદિરની ચારેય તરફ ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ખોદકામમાં આવું કઈંજ જાણવા મળ્યું નહીં. ઘણા વૈજ્ઞાનિક પણ આ મંદિરનું રહસ્ય જાણવા માટે આવ્યા હતા, પરંતુ આ ચમત્કાર પાછળનું કારણ જાણી શક્યા નથી.

અહી મંદિરમાં ભગવાન કાલભૈરવની મૂર્તિ ને સિંધિયા પાઘડી પહેરેલી છે. આ પાઘડી ગ્વાલિયરના સિંધિયા પરિવાર તરફથી આવે છે. કારણ કે લગભગ ૪૦૦ વર્ષ પહેલાં સિંધિયા પરિવારના રાજા મહાદજી સિંધિયાની દુષ્મનો સામે હાર થઈ હતી. ત્યારે તે કાલભૈરવના મંદિર આવે છે અને તેની પાઘડી પડી જાય છે. ત્યારથી મહાદજી સિંધિયાએ પોતાની પાઘડી કાલભૈરવને અર્પિત કરી દીધી. ત્યારબાદ રાજાનો વિજય થયો અને લાંબા સમય સુધી કુશળ શાસન કર્યું.

ભોપાલ અને ઇન્દોર થી ઉજ્જૈન નજીક આવેલ છે. અહી ભારતભર માંથી દરેક ટ્રેન આવે છે તેમજ ભોપાલ અને ઇન્દોર થી ટ્રેન અથવા બસ દ્વારા પણ જઈ શકાય છે. ઉજ્જૈનથી કાલ ભૈરવનું મંદિર ખુબજ નજીક માં આવેલ છે. ઉજ્જૈનથી રીક્ષા કે બસ ખુબજ સરળતાથી મળી રહે છે. જીવન માં એક વખત શક્ય હોય તો જરૂરથી અહી દર્શન કરવા જવું જોઈએ. કાલ ભૈરવ દાદા નો ચમત્કાર નરી આખે જોઈ શકશે.

Leave a Reply