ભરૂચમાં મહિલાએ આપઘાત કર્યો તે પહેલા તેણે તેના બાળકનું ગળું દબાવી હત્યા કરી. ભરૂચના નવી વસાહત વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને રેલ્વેમાં નોકરી કરતા કર્મચારીની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર પોતા બાળકનું ગળું દબાવી હત્યા કરી અને પોતે પણ પંખા પર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા સ્થાનિકોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ભરૂચના નવી વસાહત વિસ્તારમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા સતિષભાઈ ચૌધરી ની પત્ની પુષ્પાબેન ચૌધરીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના બાળક ઇશાંત ચૌધરીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી, મહિલા પુષ્પાબેન ચૌધરીએ પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા તેમનો પતી નોકરીમાં થી આવતા દરવાજો ખોલતા જ પોતાની પત્ની ને ગળેફાંસો ખાધેલી અવસ્થામાં જોઈ ચોંકી ઉઠ્યા હતા.
તેમજ પલંગ ઉપર પોતાના બાળકને પણ મૃત અવસ્થામાં જોઈ આવક થઈ ગયો હતો જોકે સતિષભાઈ ચૌધરીએ પોતાના બાળક અને પત્નીની લાશ જોઈ ને બુમાબુમ કરી મુકતા આસપાસના ના લોકો ભેગા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરાતા તરત જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવેલ માતા અને બાળકનો મૃતદેહ કબજે લઇ પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે આપઘાતનું કારણ મરણ પામેલ ના પતિ સતિષભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મને નોકરીમાં રજા ન હોવાથી મારી પત્નીને તેના ગામ જવું હતું અને તે વાતને લઇ ખોટુ લાગ્યુ હોય અને તેણીએ બાળકનું ગળું દબાવી તેમજ પોતે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું તેમને પોલીસ સમક્ષ રજુઆત કરી છે.