સમાચાર

૩૧ માર્ચ બાદ રદ્દ થઈ જશે તમારું પાન કાર્ડ

સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય

Aadhaar Pan
219

૩૧ માર્ચ બાદ રદ્દ થઈ જશે તમારું પાન કાર્ડ, સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય, તમે નોકરિયાત હોય કે પછી વેપારી, પાન કાર્ડ તમામને માટે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બની ચુક્યો છે. ઈન્કમ ટેક્સ ફાઈલ કરવાથી લઈને બેંક ખાતું ખોલવા સુધી પાન કાર્ડની જરૂર પડે છે. લોન લેવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. પાન કાર્ડ તમારું ફાયનાન્સિયલ સ્ટેટ્સ પણ દર્શાવે છે.

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધીમાં લિંક કરાવવો ફરજીયાત છે. જો તમે આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરાવવાનું ભૂલી જશો તો તમારો પાન કાર્ડ રદ્દ થઈ જશે અને તેને કારણે ભવિષ્યમાં તમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકેશે. ગત વર્ષે પણ સરકારે ૧૧.૪૪ લાખ પાન કાર્ડ બંધ કરી દીધા છે જો તમે પણ ૩૧ માર્ચ પહેલા તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં કરાવશો તો તમારો પાન કાર્ડ પણ રદ્દ થઈ જશે.

જાણો કેવી રીતે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લીંક કરાવવું.

 (www.incometaxindiaefiling.gov.in) પર જાઓ.

અહીં તમને લિંક આધાર કાર્ડ ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.

આપવામાં આવેલા સેક્શનમાં પોતાનો આધાર નંબર અને પાન કાર્ડ નંબર ભરો.

માહિતી ફિલ કર્યા બાદ નીચે દેખાતા લિંક આધાર ઓપ્શન પર ક્લિક કરો, આવું કરવાથી તમારો આધાર લિંક થઈ જશે.

એસ.એમ.એસ. થી કેવી રીતે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લીંક કરાવવું.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, 567678 અથવા 56161 પર SMS મોકલીને આધારને પાન કાર્ડ સાથે લિંક કરાવી શકો છો.

Leave a Reply