તહેવાર

મકર સંક્રાંતિ નું રાશિ ભવિષ્ય

મકર સંક્રાંતિ ના દિવસે સૂર્ય નું પરિવર્તનથી રાશિ પર અસર

Makar Sankranti
228

શાસ્ત્રોમુજબ જ્યારે સૂર્ય રાશિ પરિવર્તન કરે છે તો તેને સંક્રાંતિ કહે છે. જ્યારે સૂર્ય ગોચરવશ ભ્રમણ કરતાં મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તે કાળ મકર સંક્રાંતિ નામે ઓળખાય છે. મકર સંક્રાંતિ સફેદ  વસ્ત્ર ધારણ કરેલા સિંહ પર સવાર થઈને હાથમાં સોનાના પાત્રમાં અન્ન ગ્રહણ કરીને તેમજ કંકુનો લેપ કરતાં કરતાં ઉત્તર દિશા તરફ આગળ વધીને આવી રહી છે.

મેષ રાશિ— તબિયત તંદુરસ્તી માટે કાળજી રાખવી.આર્થિક તકો સારી મળે.સરકારી પ્રશ્નો હલ થાય.

વૃષભ રાશિ–પરદેશ જવાની તક મળે.વજન વધવાની શક્યતા રહેલી છે.વાણી-વ્યવહારમાં અવશ્ય કાળજી રાખો.

મિથુન રાશિ– માન-સન્માન કીર્તિ કલંકિત થવાના પ્રબળ યોગ. આકસ્મિક ધન મળે. આવક કરતાં જાવક વધી જાય.

કર્ક રાશિ–નોકરી-ધંધામાં શુભ પરિવર્તન. માનસિક ચિંતા રહ્યા કરે, નવા મકાન-વાહનની તકો મળવાના યોગ બની રહે.

સિંહ રાશી- પ્રવાસ-પર્યટન થવાના યોગ.નવા સાહસ થી લાભ.વાહન ચલાવવા માટે કાળજી રાખવી.

કન્યા રાશિ–યોગ્ય સમયે નિર્ણય ન લઇ શકતા તકો જતી રહે.માનસિક રીતે ઉગતા રહે. શારીરિક પીડા ઓચિંતા ની આવે

તુલા રાશિ– કુટુંબ-કબીલામાં જ સારો મળે. જૂના સંબંધો પણ સારા થાય. ડાબી આંખે શારીરિક તકલીફ આવે.

વૃશ્ચિક રાશિ–ધાર્મિક કાર્ય સારા થાય. બચતો વધે. શેરબજારથી લાભ થાય. વડીલોથી માન સન્માન મળે.

ધન રાશી — ગુપ્તરોગો થવાની શક્યતા નકારી શકાતી નથી. માનસિક ચિંતા રહ્યા કરે. નોકરીમાં પ્રમોશન મળે. મનગમતી જગ્યાએ બદલી થાય.

મકર રાશિ — અનેકવિધ સમસ્યાઓ વધી શકે. ફક્ત અને ફક્ત શનિ દેવની ઉપાસના આરાધના કરવાથી રાહત મળે.

કુંભ રાશિ — મહત્વના નિર્ણયો આ માસમાં લેવા નહી. વડીલોથી શુભકામના મળે. મળેલી તક ચૂકશો નહીં.

મીન રાશિ– વાણી વ્યવહાર દ્વારા લાભ થાય એકંદરે આ માસ શુભદાયી નીવડે શ્વાસને લગતી તકલીફો વધે.

શાસ્ત્રો પ્રમાણે, દક્ષિણાયણને દેવોની રાત એટલે કે નકારાત્મકતા અને ઉત્તરાયણને દેવોનો દિવસ એટલે કે સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી જ આ દિવસે જાપ, તપ, દાન, ધર્મ, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે જેવી ધાર્મિક ક્રિયાઓનું વિશેષ મહત્ત્વ છે.

તા.૧૪ જાન્યુઆરી સાંજે ૭.૫૦ કલાકે ગોચર પરિભ્રમણના સૂર્ય ધન રાશિ છોડી મકર રાશિમાં પ્રવેશ કરશે. ૨૦૧૯ના વર્ષમાં પ્રથમ વખત સૂર્ય- શનિની રાશિમાં પ્રવેશ કરશે. તામિલનાડુમાં તેને પોંગલ નામે ઉજવવામાં આવે છે. જ્યારે કર્ણાટક, કેરળ તથા આંધ્રપ્રદેશમાં તેને માત્ર સંક્રાંતિ જ કહેવાય છે.

Leave a Reply